મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ઉત્પાદન અને R&D વિસ્તારવા ABB દ્વારા ભારતમાં અંદાજે 75 મિલિયન ડોલરનું રોકાણ

 

      ભારતના વિદ્યુતીકરણ અને ઓટોમેશન સોલ્યુશન્સના ઉત્પાદન અને સંશોધન-વિકાસને મજબૂત બનાવવા મહત્વપૂર્ણ મૂડી રોકાણ

      નવીનીકરણીય ઊર્જામેટ્રો રેલ અને ડેટા સેન્ટર જેવી મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાતો માટે પાંચ સ્થળોએ ઉત્પાદન ક્ષમતા વધારાશે

      હૈદરાબાદ અને બેંગલુરુમાં નવી અદ્યતન R&D અને ટેસ્ટિંગ લેબ “મેક ઇન ઇન્ડિયા” પહેલને સમર્થન આપશે

      એન્જિનિયરિંગઓપરેશન્સ અને સંશોધન ક્ષેત્રોમાં અંદાજે 300થી વધુ કુશળ રોજગાર સર્જાશે

ABB  આજે જાહેરાત કરી કે તે 2026 દરમિયાન ભારતમાં અંદાજે 75 મિલિયન ડોલરનું વધારાનું રોકાણ કરશેજેથી તેના ઉત્પાદન અને સંશોધન-વિકાસ (R&D) ક્ષમતાઓને વધુ મજબૂત બનાવી શકાય. 2025માં કરવામાં આવેલા 35 મિલિયન ડોલરથી વધુના રોકાણ સાથે મળીને  પગલું ABBની ભારતમાં “લોકલ-ફોર-લોકલ” વ્યૂહરચનાને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છેહાલમાં ભારતમાં વેચાતા ABBના લગભગ 85 ટકા ઉત્પાદનો સ્થાનિક સ્તરે  બનાવવામાં આવે છે.

 રોકાણ ABBના ઇલેક્ટ્રિફિકેશનમોશન અને ઓટોમેશન વ્યવસાય ક્ષેત્રોના વિકાસને ટેકો આપશેછેલ્લા દાયકામાં દેશમાં સતત વૃદ્ધિ પછી ABB ભારતમાં વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર તરીકે તેની સ્થિતિ મજબૂત કરવા માટે 230 મિલિયન ડોલરથી વધુનું રોકાણ કર્યું છે વર્ષે ભારતમાં ABBના કાર્યના 76 વર્ષ પૂર્ણ થાય છે.

ABBના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મોર્ટન વીરોડે જણાવ્યું, “ભારતમાં  રોકાણ અમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે તે અમારા સૌથી ઝડપથી વિકસતા બજારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને સમર્થન આપે છેદેશમાં ઊર્જા પરિવર્તનગ્રિડ આધુનિકીકરણડેટા સેન્ટર વિકાસ અને મેટ્રો તથા હાઈ-સ્પીડ રેલ નેટવર્કના વિસ્તરણને કારણે માંગ ઝડપથી વધી રહી છે.”

ભારતીય ઓપરેશન્સમાં રોકાણ

ABBના ઇલેક્ટ્રિફિકેશનમોશન અને ઓટોમેશન વ્યવસાય ક્ષેત્રોમાં ભારતના અનેક સ્થળોએ ઉત્પાદન ક્ષમતાનો વિસ્તાર કરવામાં આવશે રોકાણો ઊર્જા પરિવર્તન સાથે-સાથે ડેટા સેન્ટર અને જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મહત્વપૂર્ણ ઉદ્યોગોને ટેકો આપશે પહેલ હેઠળ લગભગ 300 નવા કુશળ રોજગાર સર્જાશે.

બેંગલુરુનેલમંગલા 1 અને 2

ABB તેના નેલમંગલા કેમ્પસની બે સુવિધાઓમાં 14 મિલિયન ડોલરનું રોકાણ કરી રહી છે જેથી સતત વૃદ્ધિ થાય અને તેની સ્થાનિકીકરણ વ્યૂહરચનાને વધુ ગાઢ બનાવી શકાયકંપની કેમ્પસ 1માં ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે અને 2026માં અદ્યતન ઇલેક્ટ્રિકલ પ્રોટેક્શન અને એન્ક્લોઝર સોલ્યુશન્સ જેવી નવી ટેકનોલોજી લોન્ચ કરવાની તૈયારીમાં છે રોકાણનો મુખ્ય ભાગ કન્વર્ટર ઉત્પાદન સુવિધાના વિસ્તરણ માટે છેજે ભારતના ઝડપથી વધતા સસ્ટેનેબલ મોબિલિટી ક્ષેત્રને ટેકો આપશેઆગામી ત્રણથી પાંચ વર્ષ દરમિયાનABB હાઈ-સ્પીડ રેલ અને મેટ્રો પરિવહન ક્ષેત્ર માટે તેની પ્રોડક્ટ પોર્ટફોલિયોને નોંધપાત્ર રીતે વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે સાથે પ્રોપલ્શન સિસ્ટમ્સકન્વર્ટર્સટ્રેક્શન મોટર્સ અને સંબંધિત સેવાઓમાં પોતાની ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે.

કંપનીનું નવું નિર્મિત નેલમંગલા કેમ્પસ 2માં પાવર પ્રોટેક્શન માટે વધતી માંગને પહોંચી વળવા માટે બનાવવામાં આવ્યું છેજેમાં અનઇન્ટરપ્ટિબલ પાવર સપ્લાય (UPS) સોલ્યુશન્સ માટે ઉત્પાદન ક્ષમતા દસ ગણું વધારવામાં આવશે તેમજ સમર્પિત R&D સુવિધા પણ રહેશે કેમ્પસમાં આધુનિક રેક્ટિફાયર મેન્યુફેક્ચરિંગએક્સાઈટેશન અને બ્લેન્ડિંગ સિસ્ટમ્સતેમજ ઇન્ટિગ્રેટેડ ગેસ એનાલાઈઝર સિસ્ટમ્સની સુવિધા પણ હશે સુવિધાઓ વિવિધ ઉદ્યોગોને સહાય કરશે અને પ્રાદેશિક પાવર તથા પ્રોસેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવામાં યોગદાન આપશે.

બેંગલુરુપીન્યા

ABB પીન્યા ખાતે તેની કામગીરીમાં ઉત્પાદન ક્ષમતા વધારવા અને અદ્યતન ટેક્નોલોજી ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે $21 મિલિયનનું રોકાણ કરી રહી છે રોકાણનો મુખ્ય ફોકસ લો-વોલ્ટેજ ડ્રાઇવ્સ માટેની મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ વધારવા અને ફ્લેમપ્રૂફ મોટર્સરોલર-ટેબલ મોટર્સ અને મોટા સ્મોક-વેંટિંગ મોટર્સ જેવા વિશિષ્ટ મોટર્સના ઉત્પાદનને વિસ્તૃત કરવા પર છેકંપની તેની સેવાઓ અને ડિજિટલ ક્ષમતાઓને પણ મજબૂત બનાવી રહી છેજેમાં ઇનોવેશન લેબરિમોટ મોનિટરિંગ અને ડાયગ્નોસ્ટિક્સ સુવિધાઓ અને અપગ્રેડેડ ટ્રેનિંગ ફેસિલિટીઝનો સમાવેશ થાય છેતે ઉપરાંતABB તેના ઉચ્ચ-સચોટતા ધરાવતા ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્લોમીટર કેલિબ્રેશન રિગને આધુનિક બનાવી રહી છેજે ભારત ખાતે વધુ લોકલાઇઝેશન અને અદ્યતન ઉપકરણોના ઉત્પાદનને પ્રોત્સાહન આપશે.

હૈદરાબાદ

ABB હૈદરાબાદમાં બહુ-ચરણિય લેબોરેટરી અને ઓફિસ પ્રોજેક્ટ પર કામ કરી રહી છેતેના પ્રથમ તબક્કા હેઠળ 2026માં 12 મિલિયન ડોલરનું રોકાણ કરવામાં આવશે , જેમાં ફેબ્રુઆરી 2026માં કામગીરીને 12,400+ ચોરસ મીટરના ભાડે લેવામાં આવેલા ઓફિસ અને લેબ સ્પેસમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યું છે.

બીજા તબક્કા હેઠળ ABBની માલિકીની 16,630 ચોરસ મીટર જમીન પર અદ્યતન હાઈ પાવર લેબ સ્થાપવાની યોજના છેજે 2026 દરમિયાન પૂર્ણ થવાની અપેક્ષા છે હબમાં R&D અને એન્જિનિયરિંગ ટીમો કાર્યરત રહેશે.

નાશિક

નાશિકમાં ABB 22 મિલિયન ડોલરનું રોકાણ કરીને પોતાના પ્લાન્ટનો વિસ્તાર કરી રહી છેઅહીં ઇન્ડોર અને આઉટડોર સર્કિટ બ્રેકરનું ઉત્પાદન વધારવામાં આવશે અને વેક્યૂમ ઇન્ટરપ્ટર ફેક્ટરીનો વિસ્તાર કરવામાં આવશે વિસ્તરણ દ્વારા 33kV પ્રાઇમરી ગેસ ઇન્સ્યુલેટેડ સ્વિચગિયરના લોકલાઇઝેશનને પ્રોત્સાહન મળશે અને 2028 સુધીમાં નવી SF6-મુક્ત ટેક્નોલોજીના વિકાસ અને ઉત્પાદનને આગળ વધારવામાં મદદ મળશે.

વડોદરા

ABB વડોદરા ખાતે તેની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વિસ્તૃત કરવા માટે $6 મિલિયનનું રોકાણ કરશે રોકાણનો મુખ્ય ફોકસ સ્લો-સ્પીડ સિંક્રોનસ જનરેટર્સની સુવિધાને વિસ્તૃત કરવા અને ઇન્ડક્શન મોટર્સ ફેક્ટરીની ક્ષમતામાં વધારો કરવાનો રહેશેજેથી મેટલ્સઓઇલ એન્ડ ગેસસિમેન્ટ અને વિન્ડ જેવા મુખ્ય ઉદ્યોગોમાં વધતી માંગને પૂર્ણ કરી શકાયકંપની તેના સર્વિસિસ વર્કશોપનું પણ વિસ્તરણ કરશેસુવિધાઓને વધુ સુધારશે અને એક ટ્રેનિંગ સેન્ટરની સ્થાપના કરશે.

ભારતમાં ABBની આવક 2025માં $1.5 બિલિયનથી વધુ રહી હતીજે ABB ગ્રુપની કુલ આવકનો અંદાજે 4% હિસ્સો છેભારતમાં 10,000થી વધુ કર્મચારીઓ સાથે, ABB દેશભરમાં પાંચ મુખ્ય સ્થળોએ કાર્યરત છેકંપની પાસે લગભગ 25 મેન્યુફેક્ચરિંગડિસ્ટ્રિબ્યુશન અને ઓપરેટિંગ સુવિધાઓ છે તેમજ તેના ઉપરાંત પાંચ મુખ્ય R&D સેન્ટર્સ પણ કાર્યરત છે.

ABB ઇલેક્ટ્રિફિકેશન અને ઓટોમેશન ક્ષેત્રમાં વૈશ્વિક ટેક્નોલોજી લીડર છેજે વધુ ટકાઉ અને સંસાધનોના કાર્યક્ષમ ઉપયોગવાળું ભવિષ્ય સર્જવામાં મદદ કરે છેતેની એન્જિનિયરિંગ અને ડિજિટલાઇઝેશન ક્ષમતાઓને જોડીને, ABB ઉદ્યોગોને ઉચ્ચ કાર્યક્ષમતા સાથે કાર્ય કરવાવધુ કાર્યક્ષમઉત્પાદનક્ષમ અને ટકાઉ બનવામાં સહાય કરે છે જેથી તેઓ સ્પર્ધામાં આગળ રહી શકે. ABB  દ્રષ્ટિને “Engineered to Outrun” તરીકે ઓળખાવે છેકંપનીનો 140 વર્ષથી વધુનો ઇતિહાસ છે અને વિશ્વભરમાં આશરે 1,10,000 કર્મચારીઓ કાર્યરત છે. ABBના શેર SIX Swiss Exchange (ABBN) અને Nasdaq Stockholm (ABB) પર સૂચિબદ્ધ છે.
વધુ માહિતી માટેwww.abb.com

Previous Post Next Post

Contact Form